મોરબી: મોરબી જીલ્લા રાજપુત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ માસના છેલ્લા રવીવારે એટલે કે તા. 28/07/ 2024 ના રોજ વિદ્યાર્થી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધો- 5 થી કોલેજ કક્ષા સુધીના ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમના મોરબી જીલ્લામાં રહેતા વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે. આ સરસ્વતી સન્માન સમારોહ માટે પોતાની માર્કશીટ જમા કરાવવા ઇચ્છતા ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ એ આગામી તારીખ 15 જુલાઈ સુધીમાં નીચે આપેલ સ્થળ અથવા સંપર્ક નંબર પર જમા કરાવવાનું રાજપૂત જિલ્લા પ્રમુખ દશરથસિંહ ઝાલા તથા મહામંત્રી મહાવીરસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...