મોરબી : ઉંચી માંડલ નજીક આવેલ એક મોબાઈલ શોપમાં બે હિન્દીભાષી શખ્સો દ્વારા દુકાનદારને બંદૂક બતાવીને લૂંટ કરવામાં આવી હતી અને લૂંટારૂઓ અંદાજે જ્ઞ ૨૫,૦૦૦ ની લૂંટ કરીને ભાગી રહ્યા હતા ત્યારે દુકાનદારે તેનો પીછો કર્યો હતો જેથી કરીને લૂંટારૂએ તેની પાસે રહેલી પિસ્તોલમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
આ બનાવમાં મોરબી તાલુકા પોલીસે બે આરોપીની લુંટના ગુનામાં ધરપકડ કરી હતી અને ત્રીજો આરોપી સગીરવયનો હોય તેને પકડીપાડી રીમાંડ હોમમાં મુકયો હતો લૂંટારૂઓને હથિયાર આપનાર ઇસમની પણ તાલુકા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને હાલ તેને જેલ હવાલે કરાયો હોવાનું જાણવા મળેલ છે . જ્યારે મોરબી તાલુકાનાં ચકમપર ગામે રહેતા મોન્ટુભાઈ ચુનિભાઈ કાલરીયાની ઊંચી માંડલ ગામ પાસે સિટી પલ્સ મોબાઈલ નામની દુકાન આવેલ છે જેમાં બે બુકાનીધારી શખ્સો આવ્યા હતા અને તે પૈકીના એક શખ્સ બંદુક બતાવીને દુકાનદાર પાસેથી રોકડા રૂ . રપ હજારની લૂંટ કરી હતી જેથી દુકાનદારે તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને આ ગુનામાં પોલીસે અરૂણ ચંદ્રકાંત ચંદેલ જાતે ખાટકી (ઉ.વ. 23 ) રહે રામદેવ માર્ગ જાદવ નિમચ મધ્યપ્રદેશ અને પ્રકાશ દાલચંદ ભીલ આદીવાસી ( ઉ. 18 ) રહે ખોર જાવદખાટકી મહોલ્લો જિલ્લો નીમચ મધ્યપ્રદેશની ધરપકડ કરી હતી અને આ ગુનામાં આરોપીની સાથે સંડોવાયેલ સગીરવયના આરોપીને હસ્તગત કરીને રીમાંડ હોમમાં મુકાયો હતો.
ઉપરોક્ત ત્રણેય ઇસમો ચોરી કરેલ બાઇક લઈને લૂંટને અંજામ આપવા પહોંચ્યા હોય ત્રણ પૈકીના અરુણ અને પ્રકાશની બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમારે બાઇક ચોરીના ગુનામાં પણ ધરપકડ કરી હતી . લુંટ તેમજ આર્મ્સ એકટના ઉપરોક્ત બનાવમાં લુંટારૂને હથિયાર આપનારની તાલુકા પોલીસે શોધખોળ હાથ ધરી હતી અને તાલુકા પીઆઇ વી એલ પટેલ દ્વારા લૂંટારૂને લૂંટના ગુનામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર આપનાર વાચસ્પતિ ઉર્ફે બીટુ હેમંતજી રામેશ્વરજી ડોરીયા જાતે બ્રાહ્મણ ( ઉ.વ. 31 ) રહે.ડોરીયા ઘાટ શીતળા માતા મંદિર પાસે તા.જાદવ જી નિમચ મધ્યપ્રદેશની પણ ઉપરોકત ગુનામાં ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેને જેલહવાલે કરવા હુકમ કરતા તેને હાલ જેલહવાલે કરાય ની માહિતી મળી રહી છે.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...