લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યાં

મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા લોક ઉપયોગી અવારનવાર સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવેછે ત્યારે આજ રોજ પ્રવર્તમાન પ્રમુખની મુદત પૂર્ણ થતી હોય વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરાયું હતું


મોરબી લાયન્સ કલબ સિટીના સેવાભાવી પ્રમુખ ત્રિભોવનભાઈ સી. ફૂલતરિયાના વર્ષ સમાપનમાં પ્રોજેક્ટોની હારમાળા સર્જાઈ હતી. જે અનુસંધાને આજરોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પ સવારે 8:30થી શરૂ કરાયો હતો. ત્યારબાદ કાયમી ડાયાબીટીસ ચેકઅપ સેન્ટરનું ઉદઘાટન ત્યારબાદ સેનેટરી પેડનું વિતરણ, ટ્રાયસિકલનું વિતરણ કરાયું હતું.


આ ઉપરાંત ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલ ફી ભરી આપવામાં આવી હતી. ત્યારબાદ હેર ડોનેશન પ્રોજેક્ટ, જીવદયા અંતર્ગત નંદીઘર ગૌશાળામાં ઘાસચારો અને નાનીવાવડી ખાતે વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત પણ હંગર પ્રોજેક્ટ અંતર્ગત સંગાથ વૃધ્ધાશ્રમ ખાતે વડીલોને જમાડ્યા હતા અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ઉપરોક્ત વિવિધ સેવાકાર્યો સાથે આજના દિવસે સેવા પ્રોજેક્ટોની હર્ષોલ્લાસ સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img