મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે મહાપ્રસાદ યોજી પુત્રના જન્મદીનની ઉજવણી કરતા પ્રતિકભાઈ હાલાણી

મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે મોરબી લોહાણા સમાજ અગ્રણી હરીશભાઈ હાલાણીના સુપુત્ર પ્રતિકભાઈ હાલાણી તથા પુત્રવધુ બીનાબેન હાલાણીએ તેમના પુત્ર ધ્યેયના ચતુર્થ જન્મદીનની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજી કરી હતી.

પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીનની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના પ્રતિકભાઈ હાલાણીએ સેવા કાર્યમા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદીનની શુભકામના પાઠવી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img