મોરબીમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી કન્યા છાત્રાલય રોડ પર રામસેતુટાવરના ધાબા ઉપર તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી કન્યા છાત્રાલય રોડ પર રામસેતુટાવરના ધાબા ઉપર તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો દુલેરાયભાઈ જીવરાજભાઈ અંબાણી (ઉ.વ.૫૫) રહે. મોરબી કન્યા છાત્રાલય રોડ સરદારનગર સોસાયટી રામસેતુટાવર ફ્લેટ નં -૪૦૧ તથા જગદીશભાઇ જીવરાજભાઈ ભાલોડીયા (ઉ.વ.૫૮) રહે. રફાળેશ્વર ગામ તા. મોરબીવાળાને રોકડ રકમ રૂ.૫૩,૫૦૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img