મોરબી મચ્છુ -3 ડેમનો એક દરવાજો ખોલવામાં આવશે; નદી કાંઠાના ગામોના અલર્ટ

મોરબી: મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ -૦૩ ડેમનો એક દરવાજો ૧૨:૦૦ વાગ્યે અડધો ફૂટ ખોલવામાં આવશે જેથી નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા.

મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-૦૩ સિંચાઇ યોજનામાં કુલ લેવલ મુજબનું પાણી ભરાઇ ગયેલ છે. તે ઉપરાંત, પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થયેલ છે. તો સિંચાઇ યોજનાના નીચાણવાસમાં આવતા મોરબી તાલુકાના ગામો: ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા તથા માળિયા (મી) તાલુકાના ગામો :- દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા(મી), હરીપર, ફતેપર સહિતના ગામોને તકદારીના પગલા લેવા તેમજ નદીના પટમાં અવર જવર ન કરવા સુચના આપવામાં આવે છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img