Monday, April 29, 2024

મોરબીઃ મહાનગર પાલિકા ની તૈયારી શરુ! સરપંચો સાથે બેઠક કલેકટરે યોજી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

18 જેટલા ગામના સરપંચો સાથે બેઠક યોજાઈ હતી જેમા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા પણ હાજર રહ્યા હતા

મોરબી જિલ્લાને મહાનગર પાલિકાનો દરરજો મળે તે વાત ને લઈને ઘણા સમયથી રાજકીય આગેવાનોમાં ચર્ચા થઇ રહી છે ત્યારે તાજેતરમાં જિલ્લા કલેક્ટરની હાજરી માં 18 થી વધુ ગામના સરપંચ ને બોલાવી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા ની આગેવાનીમાં બેઠક યોજવામાં આવી હતી જેમાં

ગ્રામ પંચાયતના સરપંચ ઘણા સમયથી મોરબીના લોકોની અને આસપાસના ગ્રામજનોની એક રજૂઆત હતી કે મોરબી નગરપાલિકાનો વિસ્તાર થવો જોઈએ અને મહાનગરપાલિકા નું સ્વરૂપ ધારણ કરવું જોઈએ એટલે કે મોરબી નગરપાલિકા તેમના સરપંચની મીટીંગ બોલાવવામાં આવેલી હતી

મોરબીમાં પહેલા એક 2012 ના નોટિફિકેશન થી મવડા ઓથોરિટી નું અસ્તિત્વ છે ત્યારબાદ તેમાં જે 38 ગામોનો સમાવેશ થયેલો હતો જે સમયાંતરે એમાંથી કેટલાક ગામો નીકળી અને માત્ર અત્યારે મોરબીના નગરપાલિકા વિસ્તાર વાકાનેર નગરપાલિકા વિસ્તાર અને એકાદ ગામ એમાં માત્ર સમાવેશ થાય છે સરપંચોની મીટીંગ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની મીટીંગ એટલા માટે કે બે પ્રશ્નો બાબતે ચર્ચા કરવાની થાય પહેલો પ્રશ્ન કે નગરપાલિકા વિસ્તાર મોરબી નગરપાલિકા જો મહાનગરપાલિકા બને તો મહાનગરપાલિકામાં કેટલા ગામોનો સમાવેશ થાય અને મહાનગરપાલિકાનું કયું સ્વરૂપ હોઈ શકે બીજો પ્રશ્ન એ કે જો કેટલાક ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ ના કરીએ તો કેટલા ગામો એ છે કે જે મવડા વિસ્તારમાં હવે પોતાની સંમતિ આપે છે એટલા માટે સરપંચોની સાથે વિસ્તૃત ચર્ચા કરી મહાનગરપાલિકા કે મવડા વિસ્તારમાં સમાવેશ થવાથી મળતા લાભો વિશે અલગ અલગ પ્રકારના સમસ્યાઓ વિશે અને ગેરલાભો વિશે કે કોઈ પણ વસ્તુ જ્યારે નવી આવે કે જેનાથી અલગ અલગ પ્રકારની નવી ગ્રાન્ટો કઈ રીતે ઉપલબ્ધ થઈ શકે અને લોકોની સુખ સુવિધા કઈ રીતે વધે તે માટે સરપંચો માર્ગદર્શન લેવામાં આવ્યું હતું

જયારે સરપંચોએ જણાવ્યું હતું કે એક ગ્રામસભાની મીટીંગ બોલાવી અને એમાં ગામ લોકોનું પણ વિચાર લઈએ કે મહાનગર પાલિકા બને તો તમે સહમત છો કે નહિ ? તેમજ ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભા સંસદ સભ્યો અને પાર્ટીના સંગઠનના આગેવાનોને વિવિધ સામાજિક સંસ્થા ના પણ આગેવાનો ભેગા મળીને એક મહાનગરપાલિકાનો દરજ્જો મળે અને એક ઓથોરિટી મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી એના આધારે મુખ્યમંત્રી સુચના આપી અધિકારી અને અનુસંધાને મોરબીના લગતા સતતથી 18 ગામના સરપંચોને બોલાવ્યા હતા

મોરબી ના વિકાસ નો મોટો ફાયદો થાય અને જે મોરબીની સમસ્યા ટ્રાફિક સમસ્યા અને જે પર્યાવરણની સમસ્યા છે તે સમસ્યા દૂર થાય અને ત્યાં આગળ જઈને નગરપાલિકાને મહાનગરપાલિકા નો દરજ્જો મળે તે પોઝીટીવ છે અને ગામ લોકોની સાથે મળીને આગળ કામ કરશું અંતમાં દુર્લભજીભાઈ દેથારિયા ધારાસભ્યે જણાવ્યું હતું

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર