હળવદ: પશુઓના ઘાસચારામાં આગ લાગતા બળીને ખાખ
સમગ્ર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે પવન સાથે વરસાદ વરસવાની આગાહી છે ત્યારે સોમવારની જેમ આજે પણ મોરબી જિલ્લામાં વાવાઝોડા સાથે પવન ફૂંકાયો હતો. જેને પગલે હળવદના કોઈબા ગામે પશુઓના વાડામાં આગ લાગી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઝંઝાવાતી પવન ફૂંકાયો હતો. જેને પગલે ચારેકોર ધૂળની ડમરીઓ ઉડી રહી હતી. એ વખતે ગામમાં પશુઓના ઘાસચારા માટે રાખેલ કણબમાં આગ લાગી હતી. જેને પગલે મોટાભાગનો ઘાસચાળો બળીને રાખ થયો હતો. આગ લાગ્યાની જાણ થતા સરપંચ સહિતના માલધારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો
એટલું જ નહીં હળવદ ફાયર ટીમને પણ આગ લાગ્યાની જાણ કરવામાં આવી હતી. સ્થાનિકોના મતે ભારે પવનના કારણે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી હતી. હાલ આગને પગલે કોઈ જાનહાની થઇ હોવાના સમાચાર સામે આવ્યા નથી