મોરબી નજીક ફેક્ટરીમાં બે શખ્સોએ સગીરા પર આચર્યું દુષ્કર્મ

મોરબી: મોરબી નજીક આવેલ એક ફેક્ટરીમાં સગીરા પર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી નજીક ફેક્ટરીમાં રહેતી સગીરાએ આરોપી ડેલન આહીરવાર તથા મનિષ આહીરવાર રહે. ગઢાકોટ જી. સગર મધ્યપ્રદેશવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ ફરીયાદી સગીરા પોતાના સગા હોવાનું જાણતા હોવા છતા આરોપીઓએ ભોગ બનનાર ફરીયાદી સાથે સામુહિક તથા વારંવાર બળાત્કાર પ્રવેશ જાતિય હુમલો કરી, ગર્ભ રાખી દોઈ ધમકી આપી હતી. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૯૬,૩૭૬(૧),૩૭૬(૨)(એન),૩૭૬(૨)(એફ),૩૭૬(ડી), ૫૦૬ તથા પોકસો એક્ટ કલમ -૩,૪,૫,૬૫(જે)(ii) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img