Sunday, May 31, 2026

મોરબી: શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે શ્રાદ્ધ પક્ષમાં 11 પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

મોરબી: મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શ્રાદ્ધ પક્ષ માં ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે.

પ.પૂ. રતનેશ્વરીદેવીજી (રામધન આશ્રમ-મોરબી) ના વ્યાસાસને સર્વ પિતૃ મોક્ષાર્થે અનેરૂ આયોજન. કરવામાં આવ્યું છે જેમાં કથા પ્રારંભઃ- તા.૮- ૧૦-૨૦૨૩ રવિવાર ભાદરવા વદ ૯ તથા કથા પુર્ણાહુતીઃ- તા. ૧૪-૧૦- ૨૦૨૩ શનીવાર ભાદરવા વદ અમાસ (સર્વ પિતૃ અમાસ) તેમજ ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન હોય વહેલા તે પહેલા ના ધોરણે પોથી નોંધાવવા વિનંતી.

જ્યારે પોથી નોંધાવવા તેમજ વધુ માહિતી માટે અનિલભાઈ સોમૈયા મો.નં. ૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવો.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img