મોરબી: મોરબી સબ જેલ ખાતે જેલના બંદિવાનો દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.
આજ તા.૧૪/૦૪/૨૦૨૪ને રવિવાર ના રોજ મોરબી સબ જેલ ખાતે મહામાનવ, વિશ્વરત્ન, પ્રથમ કાયદામંત્રી, ભારતીય બંધારણના ધડવૈયા, ભારત રત્ન, બોધિસત્વ ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી નિમિત્તે મોરબી સબ જેલના ઇન્ચાર્જ અધિક્ષક પી.એમ.ચાવડાનાઓ સાથે જેલના કર્મચારીઓ અને જેલના બંદિવાનો દ્રારા બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવેલ છે.
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...
ગાંધીનગર: રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં વર્ષ 2022થી 2024 દરમિયાન અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયો સામે અત્યાચારના કુલ 4,890 કેસ નોંધાયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ કેસોમાંથી આશરે 81 ટકા કેસ અનુસૂચિત જાતિ સાથેના હતા.
વર્ષ પ્રમાણે આંકડા જોઈએ તો ગુજરાતમાં 2022માં SC-ST...
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...