ભારતના બંધારણને 26,મી નવેમ્બર-1949 ના રોજ સ્વીકૃતિ મળેલ હોય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
મોરબી અત્રેની સબજેલમાં ઈન્ચાર્જ જેલર પી.એમ.ચાવડા તેમજ અન્ય પોલીસ અધિકારીઓની ઉપસ્થિતમાં જેલના તમામ કેદીઓ સાથે *બંધારણ દિવસ* ની ઉજવણી કરવામાં આવી. શરૂઆતમાં કાર્યક્રમના મુખ્ય વક્તા દિનેશભાઈ ડી.વડસોલા જિલ્લા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ડો.બી.આર. આંબેડકરની પ્રતિમા સમક્ષ દિપ પ્રજ્વલિત કરી સુતરની આંટી અને ફુલહાર પહેરાવીને ઉજવણીની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ પી.એમ.ચાવડાએ વક્તાના અભિવાદન સાથે બંધારણ દિવસની શુભેચ્છા આપી હતી. ત્યારબાદ દિનેશભાઈ વડસોલાએ સૌથી મોટા લોકશાહી દેશના સૌથી મોટા બંધારણની સમજ આપતા જણાવ્યું કે કોઈ પણ સંસ્થા ચલાવવા માટે નીતિ નિયમ કાયદાઓની જરૂર હોય છે,એમ આવડો મોટો દેશ ચલાવવા માટે કાયદાની જરૂર હોય છે, નીતિ નિયમોની જરૂર હોય છે,એ કાયદો એ નીતિ નિયમ એટલે આપણું બંધારણ.જુલાઈ-૧૯૪૬ માં બંધારણ સભાની રચના કરવામાં આવી.આ સભાની સભ્ય સંખ્યા ૩૮૯ હતી.સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતર માટે જુદી જુદી 23 સમિતિઓની રચના કરવામાં આવી હતી.બંધારણ ઘડવા માટે ૨ વર્ષ ૧૧ માસ અને ૧૮ દિવસનો સમય લાગ્યો હતો.બંધારણ ઘડવા માટે ૬૦ દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો કુલ ૧૧ જેટલા અધિવેશન કરવામાં આવ્યા અને અંદાજે ૬૪ લાખ જેટલા ખર્ચ સાથે કુલ ૨૨ ભાગો,૮ અનુસૂચિ અને ૩૯૫ અનુચ્છેદ સાથેનું સર્વોત્તમ બંધારણ તૈયાર થયું અને ૨૬,મી નવેમ્બર ૧૯૪૯-ના રોજ બંધારણને સ્વીકૃતિ આપવામાં આવી અને ૨૬,મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ બંધારણનો અમલ કરવામાં આવ્યો.પાછળથી ઈ.સ.૧૯૭૬ માં સુધારા કરવામાં આવ્યા અને હાલ બંધારણમાં કુલ ૨૫ ભાગો,૧૨ અનુસૂચિ અને ૪૬૫ અનુચ્છેદ છે એવી માહિતી દિનેશભાઈ વડસોલાએ વિસ્તૃત રીતે આપી હતી તેમજ આમુખની વિસ્તૃત સમજ આપી આમુખનું વાંચન કરાવ્યું હતું અંતમાં ઇન્ચાર્જ જેલર પી.એમ.ચાવડાએ સૌના આભાર સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...