મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ગોસ્વામી સમાજના ચતુર્થ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ને પારિવારિક સ્નેહમિલન તારીખ ૩-૮-૨૦૨૫ ને રવિવારે સવારે ૯ વાગ્યે શ્રી દશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી જુના બસ સ્ટેશન પાસે ધરતી ટાવર સામે યોજાશે.
આ સમારોહમાં કેજી થી કોલેજ સુધીના કુલ ૨૬૦ વિદ્યાર્થીઓને યોગ્યતા મુજબ શિક્ષણકીટ ને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવશે સાથે સમાજના કાર્યોમાં હર હંમેશ સહયોગ આપતા દાતાને સમાજના ગૌરવ સમાન વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે આ સમારોહમાં સંતો મહંતો સહિત મોરબી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે સમારોહને સફળ બનાવવા યુવક મંડળના પ્રમુખ બળદેવગીરી દેવગીરી, ઉપપ્રમુખ નિતેશગીરી, મંત્રી અમિતગીરી, ખજાનચી તેજસગીરી સહિત યુવક મંડળ ની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...