મોરબી: તુ અમારી બાતમી પોલીસને આપે છે કહી યુવકને બે શખ્સોએ ફટકાર્યો 

મોરબી: મોરબીના યમુના નગરમાં તું અમારી બાતમી પોલીસને આપે છે કહી યુવકને બે શખ્સોએ લાકડી વડે ફટકાર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી યમુનાનગર શેરી નં -૦૨ બ્લોક નં -૨૧ માં રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે માવજીભાઈ પરબતભાઇ ડાંગર (ઉ.વ.૪૦) એ આરોપી સાગર ધીરૂભાઇ ચાવડા તથા રાજદીપ ઉર્ફે છોટીયા મીયાત્રા રહે. બંને યમુનાનગર મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદીને કહેલ કે તું અમારી બાતમી પોલીસને આપે છે તેમ કહી લાકડી વડે ફરીયાદીને માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img