મોરબી : મોરબીમાં આવતીકાલે સોમવારે એક સમાન વીજદર મામલે જિલ્લા કલેકટર કચેરીએ કિશાન સંઘના નેજા હેઠળ ખેડૂતો ધરણા કરી આવેદનપત્ર આપશે.
ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘ દ્વારા વિજ દર અને વિજ મીટર મરજિયાત ખેતી વાડીમા ના મુદ્દે ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર તા,04/07/2022 ના તમામ જીલ્લા કલેક્ટર કચેરીએ ખેડૂતો કાર્યક્રમ આપશે. ખેતીવાડીમા બે પ્રકારથી વિજળી આપવામા આવે છે. એક મીટર આધારિત બીજી હોસ પાવર આધારિત. તે મીટરના વિજ બીલ ખેડૂતોને પરવડે તેમ નથી. એટલે એક સમાન વિજ દર હોવા જોઈએ એ માંગ અને બીજા ખેડૂતો પ્રશ્નોને લઈ આવતીકાલે સોમવારે મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે કિશાન સંઘના નેજા હેઠળ ખેડૂતો ધરણા કરી આવેદનપત્ર આપશે.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...