મોરબીમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી આલાપ રોડ આલાપ સોસાયટીના નાકા પાસેથી ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને બે બોટલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન બાતમી મળેલ કે બે ઈસમો વિદેશી દારૂની હેરાફેરી કરે છે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના આલાપ રોડ પર આલાપ સોસાયટીના નાકા નાકા પાસે વિદેશી દારૂની હેરાફેરી કરતા આરોપી દેવરાજભાઈ બાબુભાઈ છુછીયા (ઉ.વ.૨૬) રહે. મોરબી લીલાપર રોડ ખડીયાવાસ તથા અરવિંદભાઈ દાદુભાઈ બાટી (ઉ.વ.૩૦) રહે. મોરબી વજેપર શેરી નં -૦૪ મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૨૦૦૦ ના મુદ્દામાલ મળી આવતા આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img