મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબીના મુનનગર નાની કેનાલ રોડ શ્યામ રેસીડેન્સી પ્રભાત વિલા – બી નવા બનતા એપાર્ટમેન્ટમાં કોઈ અગમ્ય કારણોસર પોતે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ પ્રભાતભાઈ જામલાલ દુર્વા (ઉ.વ.૩૦) રહે. મૂળ રહે છત્તીસગઢના વતની અને હાલ રહે. મોરબીના મુનનગર નાની કેનાલ રોડ શ્યામ રેસીડેન્સી પ્રભાત વિલા – બી નવા બનતા એપાર્ટમેન્ટમાં ગત તા. ૧૧-૦૪-૨૦૨૪ ના રોજ કોઈ પણ સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતાં પ્રભાતભાઈના નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img