મોરબીમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચાર ઝડપાયા

મોરબી: મોરબી લીલાપર રોડ ચાર માળીયા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન રેઇડ કરતા મોરબી લીલાપર રોડ ચાર માળીયા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચાર ઈસમો મોહનભાઈ કિશનભાઇ મારવાડી (ઉ.વ.૪૫), મુમતાઝબેન હાજીભાઈ પલેજા (ઉ.વ.૫૫), જાહીદાબેન હુસેનભાઇ ત્રાયા (ઉ.વ.૪૦), શાયરાબેન રફીકભાઈ નારેજા (ઉ.વ.૨૮) રહે. બધા મોરબી લીલાપર રોડ ચાર માળીયા તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૯૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img