મોરબીમાં સગીરા સાથે ચેનચાળા કરનાર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો

મોરબી : મોરબીમાં સગીરાને ઈશારો કરી હાથ પકડી તેના ચેનચાળા કરી તેમના ઘરમાં લઈ જવાની કોશિશ કરનાર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં રહેતી સગીરાની માતાએ આરોપી જસવંતભાઈ જગજીવનભાઈ રાવલ રહે. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૬-૧૨-૨૦૨૩ ના રોજ ફરીયાદીની સગીરવયની દીકરી ઉ.વ.૧૦ વર્ષ વાળીને આરોપીએ હાથનો ઇશારો કરી બોલાવી હાથ પકડી તેના ચેનચાળા કરી તેમના ઘરમાં લઈ જવાની કોશિષ કરી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૫૪(એ) તથા, પોક્સો એક્ટ કલમ -૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img