મોરબીમાંથી વિદેશી દારૂની સાત બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી વીશીપરા સ્મશાન રોડ કેશવાનંદ બાપુના આશ્રમ સામે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની સાત બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે રેઇડ કરતા મોરબી વીશીપરા સ્મશાન રોડ કેશવાનંદ બાપુના આશ્રમ સામે કુલીનગર -૦૧ માં રહેતા ઇમરાન ઉર્ફે ઇરાન નુરમામદભાઈ મોવર (ઉ.વ.૪૪) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૭ જેની કિંમત રૂ. ૨૨૪૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img