મોરબીમાં બુધવારી માર્કેટમાંથી ગુમ થયેલ બાળકનું પરિવાર સાથે મિલન કરાવતી મોરબી પોલીસ

મોરબીના સામાકાંઠે બુધવારી માર્કેટમાંથી ગુમ થયેલ બાળકનું માતાપિતા સાથે મોરબી સીટી બી ડિવીઝન પોલીસની “SHE TEAM” મિલન કરાવ્યું હતું.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન આજે સાંજના પાંચેક વાગ્યે બુધવારી માર્કેટમાંથી આશરે ઉ.વ.૫ નુ વાલીવારસ વગરનુ બાળક મળી આવતા જેથી તેને સાથે રાખી તુરંત સ્થળ ઉપર બાળકના વાલીવારસ શોધવા પ્રયત્નો કરેલ પરંતુ વાલીવારસ મળી આવેલ નહિ.

જેથી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવેલ અને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનની સી ટીમે બાળકનો કબ્જો સંભાળી અને તેના વાલી વારસ શોધવા માટે કવાયત શરૂ કરતા સી ટીમના સ્ટાફે ગુજરાતીમાં બોલતા બાળકને કાલીધેલી ભાષા આધારે સમજવાનો પ્રયત્ન કરી અને બાળકને સાથે રાખી તેના વાલીને શોધવા કવાયત કરી ખુબજ ટુંકા સમયમાં મોરબી પાવડીયારી પાસે આવેલા કોયો સીરામીકમાં કામ કરતા નામે સેંધાભાઇ શમસિંહભાઇ જોષી રહે. જીવાપર તા.જી.મોરબી વાળાને શોધી ખાત્રી કરી અને મળી આવેલ બાળકને તેના માતા પિતાને સોંપી આપેલ હતો અને માતા પિતા તેના બાળકને શોધતા હોય બાળક મળી જતા રાહતનો શ્વાસ લીધેલ હતો. આમ એક બાળકને તેના માતા પિતા સાથે મિલન કરાવવામાં મોરબી સીટી બી ડીવીન પોલીસ “SHE TEAM” ને સફળતા મળેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img