માળીયાના જુના ઘાટીલા ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

માળીયા (મી): માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામ શક્તિ પ્લોટ ઉમીયા શેરી પાસે જાહેરમાં ખૂલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને માળીયા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ માળીયા (મી) પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામ શક્તિ પ્લોટ ઉમીયા શેરી પાસે જાહેરમાં ખૂલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો દલસુખભાઈ નાથાભાઈ ધોરકડીયા ઉં.વ-૩૫, ઓધવજી હેમુભાઈ સુરાણી ઉં.વ-૪૪, સીંધાભાઈ નાનજીભાઈ ઉપાસરીયા ઉં.વ-૫૯, લાભુભાઈ પ્રભુભાઈ ધોરકડીયા ઉં.વ-૫૫, કાસમભાઈ અબ્દુલભાઈ ચાનીયા ઉં.વ-૪૩ રહે. બધાં જુના ઘાંટીલા ગામ તા.માળીયા મીંવાળાને રોકડ રકમ રૂ. ૧૦૨૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img