મોરબીના લૂંટાવદર ગામે રાત્રીસભા યોજતા ડી.ડી.ઓ

મોરબી: ગત રોજ મોરબી તાલુકાના લૂંટાવદર ગામે મોરબીના ડી.ડી.ઓ દ્વારા રાત્રિસભામાં યોજવામાં આવી હતી.

આ રાત્રીસભામાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા દ્વારા ગામલોકોના પ્રશ્નોને સાંભળીને સ્થળ પર નિવારણ કરવામાં આવ્યા હતા તેમજ ગ્રામ પંચાયત દફતરની તપાસણી કરી હતી તેમજ ગામની અને પ્રાથમિક શાળાની સ્થળ વિઝીટ પણ કરવામાં આવી હતી.

આ તકે લૂંટાવદર ગામના લોકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા નું સ્વાગત કરવામાં આવ્યું હતું તમેજ આ રાત્રીસભા દરમિયાન ગામના સરપંચ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img