મોરબીના મહાસંઘ દ્વારા અધિકારીઓને સત્ય સનાતન ભારત શાશ્વત ભારત ગુણમય ભારત,ચિન્મય ભારત કેલેન્ડર અર્પણ કરાયું.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા દર વર્ષે અખિલ ભારતીય સ્તરેથી વિશિષ્ટ અને વિવિધ વિષયો સાથેનું વાર્ષિક કેલેન્ડર બહાર પાડવામાં આવે છે ગયા વર્ષે ધ્યેય વાક્યો મેં ઝલકતા સવત્વ ભારત કા વિષય હતો જેમકે સત્યમેવ જયતે યોગ:કર્મશું કૌશલ્મ વગેરે ધ્યેય વાક્યો ક્યાંથી ક્યાં ગ્રંથમાંથી લેવામાં આવ્યા છે એની વિગતો હતી.
આ વર્ષે સત્ય સનાતન શાશ્વત ભારત ગુણમય ભારત ચિન્મય ભારત ભારત એક અનોખું રાષ્ટ્ર છે,જે રીતે આકાશ સાગર માટે કોઈ બીજી ઉપમાથી સમજાવી નથી શકતા એવી જ રીતે ભારતને પણ બીજી કોઈ ઉપમાંથી સમજાવી ન શકાય વેદમાં ભારતને એક સત્ય અને સનાતન દેશ કહેવામાં આવ્યો છે, ગુણમય ભારતની પાર્થિવ છે, ચિન્મય ભારત ધર્મ સ્વરૂપ છે. એ મુખ્ય વિષય પર વર્ષ -૨૦૨૫ નું કેલેન્ડર બનાવવામાં આવ્યું છે જેમાં જે તે માસમાં શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવતી વિશિષ્ટ દિવસની ઉજવણીની વિગતો તેમજ શ્રીમદ ભાગવત અને ઋગ્વેદની ઋચાઓ ગાયન્તિ દેવા: કીલ ગીતકાની, ધન્યાસ્તુ તે ભારતભૂમિભાગે l સ્વર્ગાપવર્ગાસ્પદભાર્ગભુતે, ભવન્તિ ભુય:પુરુષા:સુરત્વાત ll અર્થાત 33 કોટી દેવતાઓ આ ગીત ગાય છે કે ભારતમાં જન્મ ધારણ કરવા વાળા મનુષ્યો ધન્ય છે, તેઓ ખુબજ ભાગ્યશાળી છે કે ભારતમાં જન્મ્યા છે જ્યાં સ્વર્ગ અને મોક્ષ માટે માર્ગસ્વરૂપ છે, જ્યારે દેવતા મનુષ્યરૂપે અવતાર ધારણ કરે છે ત્યારે ભારતમાં જન્મ ધારણ કરે છે.આવીજ રીતે તમામ માસમાં ભારતનું મહિમા મંડન કરતી વેદોની ઋચાઓ મુકવામાં આવી છે,આ કેલેન્ડર મોરબી જિલ્લા કલેકટર કિરણ ઝવેરી તેમજ નવરચિત મોરબી મહા નગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે તેમજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.ગરચર વગેરેને શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ,હિતેષ ગોપાણી પ્રાંત સંગઠન મંત્રી,કિરણભાઈ કાચરોલા મંત્રી, સંદીપભાઈ આદ્રોજા સિનિયર ઉપાધ્ય વગેરેએ દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા અને શૈક્ષિક મહાસંઘની કાર્યપ્રણાલી વિશે અધિકારી સાથે વિચાર વિમર્શ કર્યો હતો.
અમદાવાદની સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી એક અત્યંત ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે. હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલી ડ્રેનેજ લાઈનની સફાઈ કરવા ઉતરેલા ત્રણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સેફ્ટી સાધનો ન હોવાના કારણે ગૂંગળામણ થતાં બેભાન થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં યોગ્ય સુરક્ષા ઉપકરણોના અભાવે સારવાર દરમિયાન 2 યુવકનું મોત...
મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાબકેલા અતિભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના લીધે રેલવે વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ખાસ કરીને મુંબઈમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને પગલે પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાત (અમદાવાદ અને સૌરાષ્ટ્ર)થી મુંબઈ તરફ જતી શતાબ્દી, હમસફર અને સૌરાષ્ટ્ર મેઈલ જેવી મહત્વની ટ્રેનો આજે...
ગુજરાતમાં અત્યારે મેઘરાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો મેઘમહેર હવે મેઘકહેરમાં ફેરવાઈ રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓને હાઈ એલર્ટ પર મૂકી દીધા છે.
5 સિસ્ટમ સક્રિય થતાં રેડ અને ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં વેલમાર્ક લો પ્રેશર,...