મોરબીના મહેન્દ્રનગરમા સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી: મોરબીના મહેન્દ્રનગરમા સી.એન.જી. પંપની સામેની શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના મહેન્દ્રનગરમા સી.એન.જી. પંપની સામેની શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમો રાહુલભાઇ મનસુખભાઇ પારેજીયા ઉ.વ.૨૫ રહે. ઉમા રેસીડેન્સી, આઇ.ટી.આઇ. સ્કુલ પાસે,ઘુટુ રોડ મોરબી-૨, દિવ્યેશભાઇ બાબુભાઇ હરસોર ઉ.વ.૨૦ રહે. સી.એન.જી. પંપ સામે મહેન્દ્રનગર ચોકડી મોરબી-૨, સુધીરભાઇ હર્ષદભાઇ બાવરવા ઉ.વ.૨૬ રહે.પંચાસર રોડ નાની કેનાલ પાસે મોરબી, રાજેશભાઇ દલસુખભાઇ અઘારા ઉ.વ.૨૯ રહે. સી.એન.જી. પંપ સામે મહેન્દ્રનગર ચોકડી મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૫,૧૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img