મોરબીના રફાળેશ્વર ગામ પાસેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ દરીયાલાલ મલ્ટિપ્લેક્ષની બહાર આવેલ ખૂલ્લી જગ્યામાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જીલ્લાનો વતની અને હાલ આલાપ રોડ ગંગા ટાવરની બાજુમાં સાયન્ટીફીક ઘડીયાળના કારખાનાના ક્વાટર્સ નં -૦૭મા રહેતા કરમણભાઈ રાઘવજીભાઈ કુડેચા (ઉ.વ.૫૩)એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-એકે-૧૮૫૭ જેની કિંમત રૂ.૫૫,૦૦૦ વાળુ મોટરસાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img