મોરબીના રંગપર ગામે જુગાર રમતા બે ઈસમો ઝડપાયા 

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં સ્મશાન પાછળ તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં સ્મશાન પાછળ તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો અકબરભાઇ કરીમભાઈ સમા (ઉ.વ.૪૭) તથા ઇકબાલભાઈ ગુલામહુસેન માલાણી (ઉ.વ.૪૨) રહે. કાંતિનગર માળીયા ફાટક પાસે મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૮૮૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img