મોરબીના વિરાટનગર (રંગપર) ગામે કારખાનામાં દિવાલ પરથી પટકાતા યુવકનું મોત 

મોરબી: મોરબી તાલુકાના વિરાટનગર (રંગપર) ગામની સીમમાં આવેલ ગ્રીસ સિરામિક કારખાનામાં નવા બનતા ગોડાઉનની દિવાલ પરથી નીચે પડી જતા યુવાનનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ અજયભાઈ બાબુભાઈ નિનામા ઉ.વ.૧૯ રહે. ગ્રીસ સિરામીક કારખાનામાં લેબર કવાટર્સમાં વિરાટનગર (રંગપર) ગામની સીમ તા.જી. મોરબી વાળા વિરાટનગર (રંગપર) ગામની સીમ ગ્રીસ સિરામીક કારખાનાના નવા બનતા ગોડાઉનની દિવાલ પર પાણી છાંટતા હોય તે દરમ્યાન દિવાલ ઉપર ઉચાઈએથી અકસ્માતે પડી જતા માથામાં ઈજા થતા પ્રાથમીક સારવાર મોરબી ખાનગી હોસ્પીટલમાં લઈ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પીટલમાં દાખલ થતા ચાલુ સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img