મોરબીના વીશી પરા મેઈન રોડ પરથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબીના વીશી પરા મેઈન રોડ પરથી હાથ બનાવટી દેશી તમંચા સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વીશી પરા મેઈન રોડ પરથી આરોપી સીંકદર હમરૂદીન કટીયા (ઉ.વ.૨૪) રહે. કુલીનગર -૨ વીશીપરા મોરબીવાળા પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો (હથીયાર) નંગ -૦૧ કિં રૂ.૧૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ -૨૫(૧-બી),એ તથા જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img