મોરબીની બુનિયાદી કન્યા શાળાના શિક્ષક ગોવિંદભાઈ ગઢિયાનો વિદાય સમારંભ યોજાયો

મોરબી મણી મંદીર પાસે આવેલ બુનિયાદી કન્યા શાળાના શિક્ષક ગોવિંદભાઈ વાલજીભાઈ ગઢિયા વયનિવૃત થતા શાળામાં વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં તાલુકા શાળા નં -૦૧ બુનિયાદી કન્યા શાળાના સ્ટાફ તથા કો- ઓર્ડીનેટર શૈલેષભાઇ કાલરીયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યો હતો. શિક્ષક ગોવિંદભાઈ ગઢિયા દ્વારા શાળાની બાળાઓને ભોજન પણ કરાવ્યું હતું. અને શાળાને ૨૧૦૦૦ રૂપિયાનું દાન પણ આપવામાં આવ્યું હતું.

તદુપરાંત શાળામાં શિક્ષકની ઘટને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓનુ શિક્ષણ ન બગડે એટલા માટે શાળામાં નિવૃત્ત થયા પછી પણ શૈક્ષણિક કાર્ય કરવા માટેની તૈયારી બતાવી હતી. જેથી શાળાના આચાર્ય કિરીટભાઇ બોપલીયાએ ગોવિંદભાઈ ગઢિયાની નિયમિતતા, વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમ, અને પર્યાવરણ પ્રેમી વિશેની વાત કરી કાર્યક્રમમાં પધારેલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન પ્રીતલબેન ઠાકર દ્વારા કરવામાં આવેલ હતું.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img