મોરબીના ભરતનગર ગામે કારખાનાની ઓરડીમાંથી વિદેશી દારૂની 149 બોટલો એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબીના હરીપર (કેરાળા) જવાના રસ્તે ભરતનગર ગામની સીમ કમફર્ટ ચેયર કારખાના મજૂર ઓરડી નં-૦૫ માંથી વિદેશી દારૂની ૧૪૬ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા કલારામ ઉર્ફે કૈલાશ હંસારામ દયા (ઉ.વ.૧૯) રહે. વેડીયા ગામ તા. ફાગલીયા જી. બાડમેર રાજસ્થાનવાળાએ મોરબીના હરીપર (કેરાળા) જવાના રસ્તે ભરતનગર ગામની સીમ કમફર્ટ ચેયર કારખાના મજૂર ઓરડી નં-૦૫ માં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૪૯ કિં રૂ. ૯૪૧૪૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img