ટંકારાના નાના રામપર ગામે માંડવામાં ધુણતી વખતે હાર્ટ એટેક આવતા ભુવાજીનુ મોત

ટંકારા: ટંકારા તાલુકાના નાના રામપર ગામે ગઈ કાલ રાત્રે માતાજીના માંડવામાં ધુણતા સમયે હાર્ટ એટેક આવતા ભુવાજીનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતા મોહનભાઈ પરબતભાઈ બોસીયા નામના ૫૫ વર્ષના પ્રૌઢ ગઈ કાલે રાત્રે નાના રામપર ગામે આવેલ રામનગરમાં ચામુંડા માતાજીના મંદિરે માંડવો હોય જેમાં ધુણતા હતા. તે સમયે માંડવામાં ધુણતા ધુણતા તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જ્યારબાદ તે બેશુદ્ધ હાલતમાં બેસેલ ભુવાની પરિસ્થિતિથી મિનિટો સુધી આજુબાજુના લોકો અજાણ હતા. ત્યારે થોડીવાર પછી લોકોએ તપાસતા પ્રૌઢનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ બનાવ અંગે ટંકારા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img