નાણાંની ધીરધાર કરનારાઓએ નવા રજિસ્ટ્રેશન તેમજ રજિસ્ટ્રેશન રિન્યુઅલ કામગીરી માટે જિલ્લા રજિસ્ટ્રારની કચેરીમાં જવું નહિં પડે
ગુજરાત રાજયમાં નાણાંના ધીરધાર પ્રવૃતિના નિયમન માટે ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ અંતર્ગત નવા રજિસ્ટ્રેશન તેમજ રજિસ્ટ્રેશન રિન્યુ કરવા અંગેની અરજીઓ હાર્ડકોપી સ્વરૂપે મળતી હોય છે. ડીજીટલ ઈન્ડીયા અને પેપરલેસ વહીવટના ભાગ રૂપે મુખ્યમંત્રી દ્વારા તા.૦૯/૦૨/૨૦૨૨ ના રોજ રાજયમાં ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ – ૨૦૧૧ અને નિયમો – ૨૦૧૩ ની જોગવાઈઓનાં અસરકારક અમલ માટે “ E – COOPERATIVE PORTAL ” લોન્ચ કરવામાં આવેલ છે. જેનાથી તમામ નાણાંની ધીરધાર કરનારાઓએ કાયદા હેઠળનાં જરૂરી હોય તેવા નવા રજિસ્ટ્રેશન તેમજ રજિસ્ટ્રેશન રિન્યુઅલ માટેની કામગીરી માટે જિલ્લા રજિસ્ટ્રારની કચેરીમાં જવાનું રહે નહીં તે રીતે ઉક્ત સોફટવેર અંતર્ગત ONLINE કામગીરી કરવા અંગે જરૂરી માર્ગદર્શન માટે નીચે મુજબની વેબસાઈટ તથા હેલ્પડેસ્ક નંબર નો સંપર્ક કરવો.
વેબસાઈટ :- www.ecooperative.gujarat.gov.in
હેલ્પડેસ્ક નંબર :- (૦૨૮૨૨) ૨૪૧૫૯૦
ઉક્ત સોફ્ટવેર અંતર્ગત હવે પછી ગુજરાત નાંણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ – ૨૦૧૧ ની વિવિધ કલમો હેઠળ થતી નાણાંની ધીરધાર કરનારાઓના રજિસ્ટ્રેશન તેમજ રેન્યુઅલની અરજીઓ ONLINE જ સ્વીકારવામાં આવશે તેવું રજિસ્ટ્રાર ઓફ મનીલેન્ડર્સ અને જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, મોરબી ડી.વી.ગઢવીની યાદીમાં જણાવાયું છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...