મોરબી : ટંકારા તાલુકાના લજાઈ ગામે કન્યા શાળા અને કુમાર શાળા માં શાળા પ્રવેશઉત્સવ યોજાયો હતો જેમાં ટીડીઓ હર્ષવર્ધન સિહ જાડેજા, નાથુભાઈ કડીવાર, અશોકભાઈ ચાવડા ગૌતમભાઈ વામજા રૂપસિંહ, ઝાલા સંજયભાઈ મસોત સહિત ના લજાઈ ગામે ના આગેવાનો હાજર રહ્યા હતા.
આ તકે ધોરણ- 1 માં પ્રવેશ મેળવતા બાળકો સ્કુલબેગ, ધોરણ 3 થી 8 ના 1 થી 3 નંબરે આવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા ઇનામ , બાળકોને નાસ્તો તમામ ખર્ચ લજાઈ ગામના વતની ટંકારા ગ્રાહક સુરક્ષામાં પ્રમુખ ગૌતમભાઈ વામજા અને સંજયભાઈ મસોત દ્વારા કરવામાં આવ્યો હતો. આ તકે શાળા વતી સન્માન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યશ્રી નીતિનભાઈ માંડવીયા ભાગ્ય સાહેબ , રામ સાહેબ તથા તમામ સ્ટાફ ગણ એ મહેનત કરી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...