મોરબીમાં પરણીતા રીસામણે હોય જેનો ખાર રાખી સાસરીયા પક્ષે કર્યો ઝઘડો 

મોરબીના સામાકાંઠે રહેતા આધેડની દિકરી તેના સાસરીયા સાથે મનદુઃખ થતા રીસામણે હોય જેનો ખાર રાખી સાસરીયા પક્ષના ત્રણ શખ્સોએ ઝઘડો કરી ચાર વ્યક્તિને માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની અને હાલ મોરબીના સામાકાંઠે માળીયા વનાળીયા સોસાયટી સો ઓરડી રોડ સોલંકી પાન વાળી શેરીમાં રહેતા પ્રભાબેન હસમુખભાઈ સોલંકી (ઉ.વ.૪૮) એ આરોપી મનુભાઇ બાબુભાઇ બાંભણવા તથા વર્ષાબેન મનુભાઇ બાબુભાઇ બાંભણવા તથા સુમીત મનુભાઇ બાંભણવા રહે-બધા મોરબી-૨ માળીયા વનાળીયા તા.જી.મોરબીવાળા વિરુદ્ધ સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની દિકરી નયના રીસામણે હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદી તથા સાથીઓને જેમફાવે તેમ ગાળો આપી સાથી હેતલબેન તથા નયનાબેન, હિમાંશુ અને વશરામભાઇને માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img