Monday, May 18, 2026

મોરબીની PMSHRI માધાપરવાડી કન્યા શાળાની બાળાઓને માઁ જીવદયા ગ્રુપ દ્વારા સન્માનિત કરાઈ

મોરબીમાં દરરોજ કંઈક ને કંઈક નોખું અનોખું કાર્ય થતું જ રહેતું હોય છે, એમાંય શાળાઓમાં પણ સમાજને નવો રાહ ચિંધવા માટેની સામાજિક પ્રવૃતિઓ થતી રહેતી હોય છે.

એ અન્વયે મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલી PMSHRI માધાપરવાડી કન્યા શાળા સામાજિક ઉત્થાન માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે તુલસી પૂજન, માતૃ-પિતૃ પૂજન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન રંગોત્સવ વગેરે પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓનું ભણતર, ગણતર, ઘડતર અને ચારિત્ર્યનું ચણતર કરવામાં આવે છે એવી જ રીતે બાળાઓએ મકરસંક્રાંતિના દિવસે લોકોએ એકબીજાની કાપેલી પતંગના દોરા રસ્તામાં જ્યાં ત્યાં લબળતા હોય, લટકતા હોય, રખડતાં હોય એના કારણે બાઈક પર જતાં ઘણા બધા લોકોના ડોકામાં ઈજા પહોંચતી હોય છે,ઘણા બધા લોકો ગંભીર રીતે ઘાયલ થઈ જતા હોય છે એ બધા દોરા શાળાની 400 જેટલી બળાઓએ શાળાએ આવતા જતા તેમજ પોતાના રહેઠાણ વિસ્તારમાંથઈ 64.327 ચોંસંઠ કિલ્લો અને ત્રણસો સત્યાવીસ ગ્રામ જેટલા દોરા એકત્ર કર્યા હતા જેથી રસ્તે જતા લોકોને આ દોરાઓથી નુકસાન ન થાય, એકત્ર કરેલા આ બધા દોરા માઁ જીવદયા ગ્રૂપ ને અર્પણ કરીને શાળાની નાની નાની બાળાઓએ માનવતાનું મહામુલું કાર્ય કરવા બદલ માઁ જીવદયાના કાર્યકર્તાઓએ એક કિલ્લોથી વધુ દોરા એકત્ર કરનાર 88 બાળાઓને લંચબોક્સ તેમજ છાશબોટલ અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img