ટંકારા : સરાયા તાલુકા શાળામાં “અમૃત ભારત ગુજરાત ગણિત મહોત્સવ 2022 ” ની ઉજવણી કરવામાં આવી

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાની શ્રી સરાયા તાલુકા શાળામાં ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ(રાજકોટ) દ્વારા ” અમૃત ભારત ગુજરાત ગણિત મહોત્સવ ૨૦૨૨” ની ઉજવણી કરવામાં આવી.જેમાં ગણિતના વિવિધ મોડેલ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.


ટંકારા તાલુકા શાળાની શ્રી સરાયા તાલુકા શાળામાં ગણિતના થ્રીડી મોડલના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં A.I.R.M.C.ના અધ્યક્ષ શ્રી ડો.ચંદ્રમોલી જોશી સાહેબ ,શ્રી મેહુલ હરસોરા સાહેબ, આચાર્ય શ્રી ચુનીલાલ ઢેઢી સાહેબ, સાયન્સ ટીચર શ્રી સુનિલ સંઘાણી, શ્રી નિલેશસર ઢેઢી તેમજ સમગ્ર શાળા પરિવાર સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી કે વિદ્યાર્થીઓ જાતે ગણિતના થ્રીડી મોડલ બનાવી શકે .આ કાર્યક્રમને અંતે મેથ્સ લેબ એટ હોમ (ગણિતની પ્રયોગશાળા)ની કીટ સંસ્થાને વિના મૂલ્યે આપવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓ ગણિત વિષય પ્રત્યે અભિરુચિ કેળવે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img