રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી દ્વારા કુટુંબ પ્રબોધન અંતર્ગત ‘નવદંપતિ સંવાદ’ કાર્યક્રમ નું રમણીય વાતાવરણ માં શિશુ મંદિર, શનાળા મુકામે આયોજન થયું હતું.આદર્શ સમાજ ના નિર્માણ માટે આદર્શ પરિવાર એ પાયો છે
તાજેતર માં જે યુગલો એ પ્રભુતા ના પગલાં માંડ્યા હોય તેવા 81 યુગલો એ આ માટે રજિસ્ટ્રેશન કરાવેલ
ઉપસ્થિત નવદંપતિ ઓ ને રાષ્ટીય સ્વયંસેવક સંઘ રાજકોટ વિભાગ કાર્યવાહ ચંદ્રકાંતભાઈ ઘેંટિયા એ જણાવેલ કે જીવનસાથી પ્રત્યે પ્રેન અને મૈત્રી પૂર્ણ વ્યવહાર કરવો જોઈએ જીવન માં વ્યવહાર કુશળતા લાવવી જોઈએ, કુટુંબ સંયુક્ત રહે તે બાબત ને અગ્રતા આપવી જોઈએ.સહનશીલતા અને સંસ્કાર નું સિંચન બાળકો માં માતા શ્રેષ્ઠ રીતે કરી શકે.
ઉપરાંત શિશુ મંદિર ના નિયામક સુનિલભાઈ પરમારે જણાવેલ કે લગ્ન જીવન માં અનેક પડકારો અને મુશ્કેલીઓ આવતી હોય છે તેને શાંતિપૂર્ણ અને કુનેહ થી હલ કરી શકાય અને તે માટે દંપતિ ઓ એ એકમેક ને સહયોગ આપવો જોઈએ. લગ્નજીવન એકમેક ના સાથ સહકાર અને સમજણ થી આદર્શ બને તે માટે પ્રયત્ન કરવો જોઈએ.
કાર્યક્રમ દરમ્યાન ઉત્સાહપૂર્વ વાતાવરણ માં ક્વિઝ અને રમત નું આયોજન કરવામાં આવેલ.ઉપસ્થિત દંપતિ ઓ એ કુટુંબ પ્રબોધન ના કાર્યક્રમો વારંવાર થાય તે માટે આગ્રહભરી વિનંતી કરેલ. મોરબી જિલ્લા સંઘચાલક લલિતભાઈ ભાલોડિયા ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...