ટંકારાના નાના જડેશ્વર મંદિર ખાતેથી બે વર્ષ પહેલા ગુમ થનાર વ્યક્તિને શોધી કાઢતી પોલીસ

ટંકારા તાલુકાના નાના જડેશ્વર મંદિર ખાતેથી બે વર્ષ પહેલા ગુમ થનાર વ્યકિતને સુરેન્દ્રનગર ખાતેથી ટંકારા પોલીસ દ્વારા શોધી કાઢી તેમના પરીવારને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.છાસીયાના સુપરવિઝન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનમાં કાંતીભાઇ કરશનભાઇ અઘેડા રહે. જામકંડોરણા જી-રાજકોટ વાળાએ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેર કરેલ કે, પોતે તથા પોતાના મોટા ભાઇ રમેશભાઈ ઉર્ફે ભક્કાભાઈ કરશનભાઈ અઘેડા (ઉ.વ-૫૭) વાળા ટંકારાના નાના જડેશ્વર મંદીરે ખાતે સેવા કાર્ય કરવા આવેલ હોય જે કઇને કહ્યા વગર ક્યાંક જતા રહેલ હોય અને ગુમ થઇ ગયેલ હોય જે ગુમ થનાર વ્યકિત હાલમાં સુરેન્દ્રનગર ખાતે હોવાની ખાનગી બાતમી સ્ટાફને મળતા પોલીસ હેડ કોન્સ્ટેબલ શાહિદભાઈ સીદીકી તથા પોલીસ કોન્સ્ટેબલ બીપીનકુમાર શેરશીયા, સોયબઅહેમદ અજમાત્રા વિગેરે સ્ટાફની ટીમ બનાવી સુરેન્દ્રનગર ખાતે તપાસ અર્થે મોકલતા ગુમ થનાર વ્યકિત રમેશભાઈ ઉર્ફે ભક્કાભાઈ કરશનભાઈ અઘેડાને સુરેન્દ્રનગર અનુબંધ ચેરીટેબલ ટ્રસ્ટ ખાતેથી મળી આવતા તેઓના મોટા ભાઈ- કાંતીભાઈ કરશનભાઈ અઘેડા રહે- જામકંડોરણા જી-રાજકોટ વાળાનો સંપર્ક કરી ટંકારા પોલીસ સ્ટેશન ખાતે બોલાવી સોંપી આગળની કાર્યવાહી કરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img