ટંકારાના તિલકનગરમા મારામારી બાબતે ચાર શખ્સો વિરુદ્ધ વળતી ફરીયાદ નોંધાઈ 

ટંકારા: ટંકારાના તિલકનગરમા યુવકના ભત્રીજાને શેરીમાંથી નીકળવાની ના પાડતા ગાળો આપેલ હોય જેથી યુવક આરોપીઓને સમજાવવા જતા યુવકને ચાર શખ્સોએ ધાર્યા વડે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારાના તિલકનગરમા રહેતા નવઘણભાઈ નવીનભાઈ ગોહિલ (ઉ.વ.૨૮) એ આરોપી જડીબેન, કાંન્તી ગોવિંદભાઈ ગોહિલ, નરેશ ગોવિંદભાઈ ગોહિલ, માનુબેન ગોવિંદભાઈ ગોહિલ રહે. બધા તીલકનગર ટંકારાવાળા વિરુદ્ધ વળતી ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ભત્રીજાને આરોપીઓએ શેરીમાંથી નીકળવાની ના પાડતા ગાળો આપેલ હોય જેથી ફરીયાદી આરોપીઓને સમજાવવા જતા ફરીયાદી સાથે આરોપીઓએ ઝપાઝપી કરી ધારીયા અને લાકડી વડે મારમારી ઈજા કરી ફરીયાદિને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img