મોરબીમાં માનસિક બીમારીથી કંટાળી વૃદ્ધે એસિડ ગટગટાવ્યું

મોરબી: મોરબીના મહેન્દ્રનગરમા સિધ્ધી વિનાયક સોસાયટીમાં રહેતા વૃદ્ધ મહિલાએ માનસિક બીમારીથી કંટાળી એસિડ પી જતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર સિધ્ધી વિનાયક સોસાયટીમાં રહેતા લીલાબેન ધનજીભાઈ માકાસણા (ઉ.વ.૬૨) છેલ્લા વિસેક વર્ષથી માનસિક બીમાર હોય તેમજ દસેક વર્ષથી બી.પી.ની‌ બીમારી હોય જેથી કંટાળી જઈ પોતાના ઘરે બાથરૂમ સાફ કરવાનું એસીડ પી જતા પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરેલ ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરેલ જે સારવાર દરમ્યાન લીલાબેન નામના વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img