વાંકાનેર શહેરની પટેલ વાડી ખાતે આજરોજ રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવની સવિશેષ ઉપસ્થિતિમાં વ્યાજખોરીના દુષણ વિરુદ્ધ જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરજનોને ગેરકાયદેસર વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસને સહયોગ આપવા તથા તેની સામે અવાજ ઉઠાવી જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ જન સંપર્ક સભામાં નાગરિકોને વિવિધ સરકારી બેંકો, સહકારી સંસ્થાઓ તેમજ નિયમાનુસાર નાણા ધિરધાર કરતી સંસ્થાઓ તરફથી નાણાંની જરૂરિયાત સમયે લાભ આપતી વિવિધ સરકારી યોજનાઓ તેમજ અલગ અલગ પ્રકારની લોન વિશે માહિતી આપી નાણાંની જરૂરિયાત સામે તેનો જ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી. આ સાથે જ આ તકે વાંકાનેર વિસ્તારમાં નિયમાનુસાર લોન મેળવનાર કુલ 38 લાભાર્થીઓને રૂ. 7.25 કરોડની લોનના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
આ તકે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા તમામ નાગરિકોને ગેરકાયદેસર નાણા ધિરધાર પ્રવૃત્તિને અટકાવવા આહવાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી સમીર સારડા તથા પી. એ. ઝાલા, વાંકાનેર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ વિવિધ પ્રકારની લોન આપતી સરકાર તથા ખાનગી/સહકારી બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...