પાણી પાણી: મોરબીના તખ્તસિંહજી રોડ થી ગાંધીચોક સુધી રોડ પર પાણી ભરાયા 

એક તરફ વિકાસ ની વાતુંની વણજાર થઈ રહી છે તો બીજી તરફ ગોતીલો ગોતીલો વિકાસ ગોતીલો જેવો ઘાટ સર્જાયો છે

મોરબીના તખ્તસિંહજી રોડ થી ગાંધીચોક સુધી રોડ પર વરસાદી પાણી અને દુર્ગંધ યુક્ત ગટરના પાણી થી અનેક વેપારીઓને અને વાહન ચાલકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે.

ત્યારે આજે સાંજના સમયે મોરબી શહેર કોંગ્રેસ ની ટીમ આ રોડ પર પહોચી હતી અને મોરબીનાં વેપારીઓ નાં પ્રાણપ્રશ્ને મુલાકાત કરી નગરપાલીકા નાં વહીવટ દાર સાથે ટેલીફોનીક વાતચીત દરમ્યાન આવતીકાલે આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે સહમતી દર્શાવી અને જો ૩ દિવસ માં પ્રશ્ન હલ નહીં થાય તો શહેર કોંગ્રેસ દ્વારા વેપારીઓ ને સાથે રાખી આવેદનપત્ર આપવામા આવશે તેવું મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img