હળવદના ગોલાસણ ગામે વૃદ્ધને ત્રણ શખ્સોએ ધોકા વડે માર માર્યો

હળવદ: હળવદ તાલુકાના ગોલાસણ ગામે વૃદ્ધે આરોપીઓ પર અગાઉ ગૌચર તથા ખરાબાની જમીનમાં કબજો નહીં કરવા અરજી કરેલ હોય જેનો ખાર રાખી વૃદ્ધને ત્રણ શખ્સોએ ધોકા વડે તથા ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા અને હાલ હળવદ હરિદર્શન સોસાયટીમાં રહેતા મનુભાઈ ફતેસિંહ મહેડુ (ઉ.વ‌.૭૧) એ આરોપી દશરથભાઈ ગેલાભાઈ ખાંભડીયા, સંજયભાઈ ગેલાભાઈ ખાંભડીયા તથા મુકેશભાઈ ગેલાભાઈ ખાંભડીયા રહે. બધા ગોલાસણ ગામ તા. હળવદવાળા વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓને ફરીયાદીએ અગાઉ ગૌચર તથા ખરાબાની જમીનમાં કબજો નહીં કરવા અરજી કરેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને ઢીકાપાટુ વતી તથા લાકડાના ધોકા વતી માર મારી મુંઢ ઈજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img