મોરબીની રાજપર ચોકડી ખાતેથી પીસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી રાજકોટ હાઇવે પર શક્ત શનાળા રાજપર ચોકડી ખાતેથી હાથ બનાવટી સેમી ઓટોમેટિક પિસ્તોલ તથા જીવતા પાંચ કાર્ટીઝ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે રાજકોટ તરફથી મોરબી બાજુ એક ક્રેટા કાર આવતી હોય જેમા પાછળ બેઠેલ ઇસમ પાસે ગેરકાયદેસર હથીયાર હોવાની બાતમીના આધારે મોરબી શકતશનાળા રાજપર ચોકડી ખાતે વોચમા હોય તે દરમ્યાન બાતમીવાળી ક્રેટા કાર નીકળતા ક્રેટા કારમાથી ઇસમ રમેશભાઇ ઉર્ફે માલદે બાબુભાઇ ચાવડા ઉ.વ.૩૫ રહે. મોરબી ઉમીયા સર્કલ ખોડીયાર નગર સીતારામ પેલેસ બ્લોકનં.૩૦૧ મુળ રહે. મોરબી શનાળા રોડ યદુનંદન સોસાયટી શેરી નં-૩ મોરબી વાળાના નેફામાથી એક હાથ બનાવટની સેમી ઓટોમેટીક પીસ્તોલ કી.રૂ.૧૦,૦૦૦/- તેમજ જીવતા કાર્ટીઝ નંગ-૫ કિ.રૂ.૫૦૦/- તથા ક્રેટા કારનં. GJ27-ED-0016 કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- સાથે મળી આવતા ઈસમ સામે ધોરણસરની આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img