સંસાર રામાયણ કથામાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં રક્તદાન કરતા સંતો
મોરબીના રવાપર ઘુનડા રોડ પર રામેશ્વર ફાર્મમાં ઉમિયા માનવ મંદિરના લાભાર્થે સતશ્રીની સંસાર રામાયણ પારાયણ ચાલે છે ભાવિકજનો ખૂબ મોટી સંખ્યામાં સંસારની અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માર્ગદર્શન મેળવી રહ્યા છે ત્યારે માનવજીવન માટે અમૂલ્ય એવું રક્ત એકત્ર કરવું ખુબજ જરૂરી હોય રક્તદાન એ સૌથી મહત્વનું અગત્યનું દાન હોય. આપણું એક વખતનું રક્તદાન ત્રણ જિંદગી બચાવી શકે છે, રક્તદાન કરનારને કેન્સરનું ઝોખમ ઘટે છે, કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે, હૃદયરોગની પણ સંભાવના ઘટે છે, રક્તકણોના ઉત્પાદનમાં વેગ મળે છે
શરીરમાં લોહતત્વ ને મેઇન્ટેન કરે છે,રક્તદાનના આવા અનેક ફાયદા હોય ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ- મોરબી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું એમાં 180 જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું સતશ્રી સાથે પધારેલ સર્વ મંગલ સ્વામી સહિતના તમામ સંતો તેમજ તમામ વ્યવસ્થાપક સ્ટાફ દ્વારા રક્ત કરવામાં આવ્યું હતું, હેતલબેન પટેલની પુત્રી દ્રષ્ટિનો જન્મ દિવસ હોય એમના તરફથી તમામ રક્તદાતાઓને ગિફ્ટ અર્પણ કરવામાં આવેલ હતી બ્લડ એકત્ર કરવા માટે સંસ્કાર બ્લડ બેન્ક અને અનસ્ટોપેબલ વોરિયર્સની ટીમે રાત્રે બાર વાગ્યા સુધી ભારે જહેમત ઉઠાવી હતી.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...