મોરબી જલારામ મંદિર ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ (અમૂલ) ઘી માંથી બનેલ સૂકામેવા થી ભરપુર અડદીયા ,બદામપાક, ગુંદરપાક વિતરણ અવિરત શરૂ

શિયાળા નો પગરવ શરૂ થઈ ગયો છે, ફુલ ગુલાબી ઠંડી નો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુધ્ધ અમૂલ ઘી માંથી બનેલ સૂકામેવા થી ભરપુર અડદીયા, બદામપાક, ગુંદરપાક નુ સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ શરૂ કરવા મા આવેલ છે.

અડદીયા, બદામપાક, ગુંદરપાક મેળવવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યકતા નથી. અડદીયા વિતરણ સમગ્ર શિયાળા ની મોસમ દરમિયાન કરવા મા આવશે.દરરોજ તાજા અડદીયા નુ પ્રતિકીલો રૂ.૩૫૦ , બદામપાક પ્રતિ ૫૦૦ ગ્રામ રૂ. ૨૫૦, ગુંદરપાક પ્રતિ ૫૦૦ ગ્રામ રૂ.૨૦૦ ના ભાવે વિતરણ કરવા મા આવી રહ્યુ છે. શુધ્ધ ઘી માંથી બનેલ સુકામેવા થી ભરપુર વાનગી મેળવવા જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યા પુરી રોડ, મોરબી નો સંપર્ક કરવો.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img