મોરબી:ખેતી કરવામાં ખાતર નો ઉપયોગ કરવાના બદલે ઔદ્યોગિક હેતુ માં વપરાશ કરતા એકની ધરપકડ

મોરબી શહેરમાં નાયબ ખેતી નિયામક તરીકે ફરજ બજાવતા સંજયભાઈ ભાણજીભાઈ દલસાણીયા (42) એ થોડા દિવસ પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનોજ સવજીભાઈ અઘારા તથા તેના માલિક બંધનભાઈ ગણેશભાઈ વડસોલા સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, આરોપીઓએ નિમ કોટેડ કુરિયા ખાતરની 169 બેગ ખેતીના ઉપયોગના બદલે રેંજિન બનાવવાના ઔદ્યોગિક હેતુ માટે વપરાશમાં લીધેલ હોય એક બેગની કિંમત 2236 એમ કુલ મળીને 3,77,946 રૂપિયાની કિંમતની ખાતરની બેગ ત્યાંથી કબજે કરવામાં આવ્યો હતો.

આ ગુનામાં મોરબી તાલુકા પોલીસે અગાઉ મનોજભાઈ સવજીભાઈ અઘારા અને બંધનભાઈ ગણેશભાઈ વડસોલા ની ધરપકડ કરી હતી. આ ગુના પીએસઆઈ એસ.એન. સાગરકા અને રાઈટર વિજય સવસેટા દ્વારા આરોપી રમેશભાઇ ડાયાભાઈ હળવદિયા (54) ધંધો ખેતી રહે. હરીપર (કેરાળા) મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img