મોરબીની એલ. ઈ. કોલેજ દ્વારા ‘૨૦ મી’ એ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

મોરબીની એલ. ઈ. કોલેજ દ્વારા ‘૨૦ મી’ એ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

મોરબીની એલ. ઈ. કોલેજ(ડિપ્લોમા) દ્વારા એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ (ACPDC) અમદાવાદ વતી ITI કેમ્પસની બાજુમાં, મહેંદ્રનગર પાણીની ટાંકી સામે, ઘુંટુ રોડ, મોરબી-૨ ખાતે તા.૨૦/૦૫/૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર”નું આયોજન કરવામાં આવેલ છે.

આ સેમીનારમાં કોલેજનાં નિષ્ણાંતો દ્વારા ડિપ્લોમાની જુદી જુદી શાખાઓની માહિતી આપવામાં આવશે. તેમજ ધોરણ ૧૦ પછી અને ITI અભ્યાસ પછી ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન માટેની ઓનલાઈન પ્રક્રીયા અને વાલીઓને મુંજવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

જેથી ધોરણ ૧૦નો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને કાર્યક્રમનો બહોળો લાભ લેવા માટે મોરબીની એલ. ઈ. કોલેજ(ડિપ્લોમા)ના આચાર્યની અખબારી યાદીમાં જણાવાયું છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img