મોરબી : આજરોજ મોચી જ્ઞાતિ રત્ન ભક્તરાજ લાલાબાપાની ૮૧મી પુણ્યતિથીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ આ વર્ષે જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા પૂજય સંત લાલાબાપાની પુણ્યતિથીની ઉજવણી બ્રાહ્મણ વાડી, સાવસર પ્લોટ શેરી નં-૧૦/૧૧,વ્રજ હોસ્પિટલ સામે મોરબી ખાતે કરવામાં આવી હતી જેમાં સવારે ૧૦:૩૦ કલાકે મહાઆરતી યોજાઈ હતી આ આરતીમાં મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા જ્ઞાતિ અગ્રણી અને મોરબીના ડી.વાય. ડી ડી ઓ ઈલાબેન ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ આ પ્રસંગે મંડળના પૂર્વપ્રમુખને જ્ઞાતિજનોએ બે મિનિટનું મૌનપાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
સવારે ૧૧:૩૦ કલાકે બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ સમૂહ પ્રસાદ લીધો હતો. તેમ પ્રમુખ ઈશ્વરભાઈ એમ રાઠોડની યાદી માં જણાવ્યું છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...